માળીયા(મિં) ના વાગડીયા ઝાપા પાસે કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને મોરબી એલસીબીએ ઝડપી લીધો હતો.
માળીયા(મિ) વાગડીયા ઝાપા નજીક કન્ટેનર યાર્ડ જવાના રસ્તે આવેલ ઇંટુના ભઠ્ઠાની બાજુમાં આવેલ બંધ ચાની કેબીન પાસેથી જાકીરહુશેન ઉર્ફે જાકલો અકબરભાઇ માલાણી (રહે. માળીયા (મિં) માલાણી શેરી) વાળા પાસેથી ગે.કા. હાથ બનાવટનો તમંચો નંગ-1 સાથે મોરબી એલસીબી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી દેશી હાથબનાવટનો તમંચો નંગ-1 (કિ.રૂ.5000) મુદ્દામાલ કબ્જે કરી માળીયા (મિં) પો.સ્ટે.માં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરી હતી.
