હળવદમાં લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 જુગારીઓને હળવદ પોલીસે ઝડપી લીધા છે. જુગારી પાસેથી રોકડ રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બે જુગારી નાની છુટ્યા હતા.
હળવદમાં આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં જુગાર રમાતો હોવાથી હળવદ પોલીસને બાતમી મળી હતી. જે બતાવી આધારે પોલીસે રેડ પાડી જુગાર રમતા ભરત હરખાભાઈ વઢરેકીયા (રહે.કડિયાણા હળવદ), અલાઉદીન મહમદ ચૌહાણ (રહે.કણબીપરા હળવદ), મહેબુબ નથુભાઈ સિપાઈ (રહે.સૈયદ વાસ ગોરી દરવાજે હળવદ), જાકીર દાઉદ ચૌહાણ (રહે.મોટા ફળીયા હળવદ), મોસીન હબીબ ચૌહાણ (રહે.જંગરીવાસ હળવદ), ઇરફાન યુનુસ રાઠોડ (રહે.જંગરીવાસ હળવદ), દિવ્યેશ કિશોર જેઠલોજા (રહે. પિપળી મોરબી), વલ્લભ સુંદરજી પટેલ (રહે. રાતાભેર, હળવદ), રશીદ જુમા ચૌહાણ (રહે.જુના બસસ્ટેશન પાસે મોરબી), ફૈયાઝ યાકુબ ભટ્ટી (રહે.મોચીબજાર, ખત્રીવાડ હળવદ), શબીર જુસક ચૌહાણ (રહે.જોશનગર, મોરબી), તોહિદ અજીત ચૌહાણ (રહે. જોશનગર, મોરબી), રજાક અકબર ભટ્ટી (રહે.જંગરીવાસ, હળવદ), જાવીદ અબ્દુલ ચૌહાણ (રહે. મહેન્દ્રપરા મોરબી), ઇમરાન હનિફ ભટ્ટી (રહે. નવા ડેલા રોડ, મોરબી), શિરાઝ સલેમાન કૈડા (રહે. કાલીકા પ્લોટ, મોરબી), અસલમ સલીમ ચાનીયા (રહે.કાલિકા પ્લોટ, મોરબી), સલીમ જુમા ચૌહાણ (રહે.જુના બસસ્ટેશન પાસે, મોરબી) સહિતના મળી કુલ 18 જુગારીઓને રોકડ રૂ.2,02,100 સાથે ઝડપી લીધા હતા.
જ્યારે આ જુગારની રેડમાં નિલેશ ધનજી ગામી (રહે.મોરબી) તથા પંકજ ચમન ગોઠી (રહે.હળવદ) નામના બન્ને જુગારી નાશી છુટ્યા હતા. હાલ હળવદ પોલીસે જુગાર ધારા કલમ-4, 5 મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.