મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક મચ્છીપીઠ વિસ્તારમાં આરોપી ગાળો બોલતો હોય અને માથાકુટ કરતો હોય તેવો ફોન આધેડે તેના દિકરા નિઝામને કરતા નિઝામ તેને સમજાવવા માટે ઇદ મસ્જીદ પાસે જઈ સમજાવી ઘરે પરત આવી બધા વાતચીત કરતા હતા ત્યારે આરોપી આવી આધેડ તથા તેના પુત્રને તથા સાહેદને છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સિટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જુન બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા સલીમભાઈ હુસેનભાઇ મોવરએ આરોપી મહેબુબ કાસમભાઈ થૈયમ (રહે. જોન્સનગર લાતી પ્લોટ મોરબી)વાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ઘરે હાજર હોય તે વખતે ફરીયાદિના દિકરા સમીર ઇદ મસ્જીદ પાસે બેઠો હોય તે વખતે આરોપી મહેબુબ ગાળો બોલતો હોય અને માથાકુટ કરતો હોય તેવો ફોન ફરીયાદિના દિકરા નિઝામને આવતા નિઝામ તેને સમજાવવા માટે ઇદ મસ્જીદ પાસે જઇ સમજાવી ઘરે પરત આવી જઇ ફરીયાદિ તથા સાહેદ એમ બધા વાતચીત કરતા હોય તે વખતે આરોપી મહેબુદ છરી લઇ ઘરમા ઘુસી જઇ ફરીયાદિને તથા ફરીયાદીના દિકરા નિઝામને છરી વડે ઇજા કરેલ એ વખતે ત્યાં હાજર સાહેદ રજીયાબેન છોડાવવા જતા તેને પણ છરી વાગી જતા ઇજા પહોંચી હતી. તેમજ આરોપીએ ફરીયાદી તથા તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.