મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર વરલી મટકાનો આંકડા લખી જુગાર રમાડતો એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.
મોરબીના ભડિયાદ રોડ ઉપર વિદ્યાનગર સોસાયટીમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અકરમ હસનભાઈ સોલંકી (રહે.નગર દરવાજા પાસે મોરબી) વાળાને સીટી બી ડિવિઝન પોલીસે વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 710 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.