હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી ફિરોઝ ઈસાભાઈ સંઘવાણીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના 96 ચપલા કિંમત રૂપિયા 9600 ઝડપી લીધા હતા. જો કે, આરોપી ફિરોઝ દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
આ સફળ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, કમલેશભાઈ રાજુભાઈ પરમાર, હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ વગેરે સ્ટાફે કરી હતી.

