
મોરબી: સમગ્ર દેશમાં આજે 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યો હતો. તેમજ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનુ વાંચન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં હાજર દરેક લોકોએ સમુહમાં આમુખનુ વાંચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, મોરબી જિલ્લા NSUIના પ્રમુખ ભાવિનિક મુછડીયા, અશ્વિનભાઈ પરમાર, દિપકભાઈ પરમાર, રવજીભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
