મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઘરવખરી લેવા જઈ રહેલા ઉત્તરપ્રદેશનો વતની યુવાન રસ્તો ઓળંગવા જતા ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રકનું ટાયર ફરી જતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આદિત્ય હોટલ સામે ઘરવખરીનો સામાન લેવા જઈ રહેલા ઉત્તરપ્રદેશના વતની જુગેન્દ્રસિંહ દેવીસિંઘ રાજપૂત અને તેમના કૌટુંબિક ભાઈ રવીસિંઘ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ટીએન-52- કયું – 8969 નંબરના ટ્રક ચાલકે જુગેન્દ્રસિંઘને હડફેટે લઈ યુવાન ઉપર ટ્રકનો જોટો ફેરવી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યો બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી જતા બનાવ અંગે મૃતકના નાના ભાઈ શિવરામસિંઘે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.