મોરબીમા પોલીસે વ્યાજખોરો સામે ફરી કડક કાર્યવાહીની મુહિમ શરૂ કરતાં વ્યાજખોરોના જોર જુલમનો ભોગ બનેલા લોકો સાથેથી પોલીસના શરણે આવી ગયા છે. વ્યાજખોરોના જોર જુલ્મનો ભોગ બનેલા એક યુવાનને ધંધા માટે નાણાંની જરૂરત પડતા વ્યાજખોરોના સર્પકમાં આવ્યો હતો પણ વ્યાજખોરોએ યુવાનનું જીવવું હરામ કરી નાખવા કોઈ કસર છોડી ન હતી. જેમાં બે મહિના પહેલા દૈનિક 1 ટકો એટલે મહિને 30 ટકાના તોતિંગ વ્યાજે દોઢ લાખ લીધા પછી તો વ્યાજના નગચુડમાં એટલો બધો ફસાય જતા તેમાંથી બહાર નીકળવા અલગ અલગ ચાર વ્યાજખોરો અને બે વ્યાજખોરોના કમિશન એજન્ટીએ નીચોવી લેતા અંતે આ યુવાને આ બધા વ્યાજખોરોના ચુંગાલમાંથી બચવા પોલીસ સમક્ષ શરણાગતિ કરી છે.
મોરબીના પંચાસર રોડ ઉપર કામધેનુ સોસાયટીમાં રહેતા અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા ધાર્મિક કમલેશભાઈ ઠોરિયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોરો સુરેશભાઇ રબારી, માધવ બોરીચા ભરતભાઇ બોરીચા, શીવમ રબારી, હોથલ ફાઇનાન્સ, હીરાભાઇ ભરવાડ, પંકજ ઉર્ફે ધવલ ફેફર વિરુદ્ધ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વ્યાજખોરોનો ભોગ બનેલો આ યુવાન ધાર્મિકે આરોપીઓ પાસેથી દૈનિક એક ટકો એટલે કે મહિને 30થી 31 ટકા વ્યાજ ચુકવવાની શરતે 50 હજારથી લઈ 5 લાખની રક લીધા બાદ વ્યાજ નહિ ચૂકવી શકતા તમામ આરોપીઓ જ્યા મળે ત્યાં ગાળો આપી ફોનમાં ધમકી આપી પઠાણી ઉઘરાણી કરીને ઉંઘ હરામ કરી નાખી હતી આરોપીઓએ ધાર્મિક પાસેથી વ્યાજે આપેલ રકમથી બમણા કે એથી વધુ રકમના ચેક બળજબરીથી લખાવી લીધા લઈ આરોપી હીરા ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરે શિવમ રબારી પાસેથી પાંચ લાખ વ્યાજે લેવડાવી કમિશન પેટે હીરા ભરવાડે 1.40 લાખ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરે 1.20 લાખ પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરી હતી.જો કે હોથલ ફાયનાન્સના શિવમ રબારી વિરુદ્ધ ગઈકાલે મંદિરના પૂજારીને માર મારી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાની તેમજ અગાઉ તેની હોથલ હોટલના પાર્કિંગના ફાયરિંગની ઘટનામાં પણ હથિયાર મામલે ગુંન્હો દાખલ થયેલ હોવાનું સામે આવ્યું છે.