વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વધુ એક રજૂઆતને સફળતા મળી છે. જેમાં તેઓએ અગાઉ વરસાદના કારણે અનેક ખેડૂતોના પાકોને થયેલા નુકસાનનો સર્વે કરી વળતર આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ રજૂઆત કરી હતી. જેથી એમની રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો માટે કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાંકાનેર ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોમાં આ સમાચારને લઈને ખુશીના લાગણી જોવા મળી રહી છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજૂઆત સંદર્ભ પાઠવલે પત્રમાં તારીખ 24/10/2024થી ઓગસ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસની શરૂઆતમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાકોની નુકસાની અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલ અહેવાલ આધારિત પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, તાપી, કચ્છ, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ, અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં અસરગ્રસ્ત વિસ્તાર માટે “ખાસ કૃષિ રાહત પેકેજ-2024” જાહેર કરી નિયમોનુસાર પાત્રતા તથા નુકસાન ધરાવતા ખેડૂતો માટે SDRF ઉપરાંત રાજય ભંડોળમાંથી વધારાની સહાયની જોગવાઇ કરેલ છે.