મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા રૂ.12,19,748 ની વળતર પેટે ચુકવવા નામદાર મોરબી કોર્ટે હુકમ કર્યો છે.
મોરબીની એરા પ્લાસ્ટ કંપની પાસેથી ભાવનગરના વેપારી જલારામ પ્લાસ્ટીકના પ્રોપરાઈટરએ માલ લઈ તેના બદલામાં ચેક આપ્યો હતો.જે ચેક રીર્ટન થતા ફરીયાદી કંપની દ્રારા ચેક રીર્ટનનો કેસ દાખલ કરતા આરોપીને એક વર્ષની સજા તથા રૂ.12,19,748ની રકમ આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ થયેલ છે.તથા આરોપી વિરુધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવેલ છે.જે કેસમાં ફરીયાદીના તરફે વકીલ તરીકે યુવા એડવોકેટ અલ્પેશ પી.હાલપરા, પિયુશ કોરીંગા તથા સુરેશ વાધાણી રોકાયેલ હતા.
