મોરબી: છેલ્લા નવ વર્ષથી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં અપહરણ વિથ પોક્સોના ગુનાનો નાસતા ફરતા આરોપીને ઓડીશાથી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ વિથ પોક્સોના ગુન્હામાં છેલ્લા 9 વર્ષથી નાસતો ફરતો આરોપી પુર્ણચંદ્ર રામચંદ્ર નાયક (રહે.બાલાસીયા ગામ તા.સૌરા જી.બાલેશ્વર રાજ્ય ઓડિશા)ને ટેકનીકલ સોર્સીસના આધારે ઓડીશા રાજ્યના બાલેશ્વર જીલ્લા ખાતેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
