માળીયા (મિં) તાલુકાના બગસરા ગામની ગોચર અને ખરાબાની જમીન પર રસ્તા અને ઓવરલોડ ડમ્પરોનો અને મીઠા ઉદ્યોગપતિના ત્રાસ વિરુદ્ધ કાર્યવાહી કરવા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર માળીયા (મિં) તાલુકાના બગસરા ગામ ની ગોચર ની જમીન અને સરકારી પડતર ખરાબાની જમીન સર્વ નંબર 169 પૈકી 14 અને સર્વ નંબર 56 અને સર્વ નંબર 169 પૈકી 17 વાળી જમીન આવેલી છે અને દરીયાકાંઠે મીઠાં ઉદ્યોગપતિ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે આવી જમીન પર કાચા મેટલવાળા રસ્તા બનાવીને તેમના અથવા ભાળા કરતા ડમ્પરો બેફામ અને તાલપત્રી વગર મીઠું ભરીને ચાલતા જેથી સ્થાનિક ગામ લોકોના નાના વાહનોમાં કોઈ જાનહાની થશે તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉભા થયા છે અને ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે અને તે દિશામાં તંત્રને આ વિસે અનેક રજૂઆતો કરી હતી પણ મીલીભગતથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ગામ પંચાયતના સરપંચે એક વધુ રજુઆત કરી છે. અમારા વિસ્તારમાં મીઠા ઉદ્યોગપતિ તમામ તેમની મનમાની કરીને અને કોઈની પરવાનગી વગર ગમે ત્યાં અને તેમને મજા આવે ત્યાં રસ્તા બનાવી ને ગામની ગોચરની જમીન પર રસ્તા બનાવીને તમામ જમીન ખારાસ કરી રહ્યા છે અને ઠેર ઠેર પોતાના ભારે વાહનોથી મીઠું રસ્તા પર ઢોળતા જાઈ છે જેથી તમામ જમીન બંજર બની ગઈ છે અને સ્વાસ્થ્ય માટે વાતા વરણ ડમરી ભર્યું બની છે. જેથી જીલ્લા વહીવટી તંત્રને ગામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
