મોરબીમાં ખૂણે ખાચરે ધમધમતા સ્પા સેન્ટરોમાં અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હોવાનું જગજાહેર છે ત્યારે મહેન્દ્રનગર નજીક રામધન આશ્રમ સામે આવેલ સન સ્પામા સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્પામાં નોકરી કરતા ઉતરપ્રદેશના વતની એવા આરોપી મહમદઝૈદ મહમદ જાવેદખાન ઉ.19 વાળાને જેમશન બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 2000 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.