મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પાડવામામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ૫:૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી માત્રામાં બે નામી વ્યહવાર હાથે લાગે તેવી શકયતા સેવાય રહી છે.૭૦ જેટલી ટીમ એકી સાથે આ દરોડાની કામગીરીમાં જોડાઇ છે. પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા છે. ઓફિસ , કારખાના તેમજ તીર્થક ગ્રુપ ના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ ચાલુ. હોવાનું જાણવા મળ્યું છે.

