મોરબી તાલુકા સેવા સદનની મામલતદાર કચેરીમાં આધારકાર્ડ અને રેશનકાર્ડની કેવાયસીની કામગીરીમાં લોકોની ભીડ વધવાથી ભારે તકલીફી પડતી હોવાની શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહે રજુઆત કરતા જિલ્લા કલેક્ટર હરકતમાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીએ આજે વહેલી સવારે તાલુકા સેવા સદનની મામલતદાર કચેરીની વિઝીટ લઈ આધારકાર્ડ અને રેશનકાર્ડની કેવાયસીની કામગીરીનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન લોકોને આધારકાર્ડની કામગીરીમાં તકલીફ પડતી હોય 17 આધારકાર્ડ કેન્દ્રો શરૂ કરવામા આવ્યા છે. અધિકારીઓ, કર્મચારીઓને તાકીદ કરી લોકોને પણ ભીડ ન કરવા અને નજીકના કેન્દ્રમાં આ કામગીરી થઈ શકશે તેવું કહ્યું હતું.
