મોરબી : ઈન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી રાજ્યવ્યાપી દરોડાની સાથે મોરબીની જાણીતી તીર્થક પેપરમિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ફુલતરિયા પરિવારને ત્યા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે દરોડાની આ કાર્યવાહી ત્રણેક દિવસ સુધી ચાલે તેમ હોવાના સંકેતો વચ્ચે 100 અધિકારીઓની 35 ટીમોએ સઘન તપાસ શરૂ ક૨ી છે.

દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની ચાલુ રેડ દરમિયાન પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયા પોતાના વેવાઈ જીવરાજ ફુલતરિયના નિવાસસ્થાને પહોંચ્યા છે. જો કે, ઇન્કમટેક્સના રેડ દરમિયાન કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશી શકતો ન હોય ત્યારે પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયાએ રેડ દરમિયાન ઘરમાં પ્રવેશ મેળવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તીર્થક ગ્રુપના જીવરાજભાઈ ફુલતરીયા પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયાના વેવાઈ થતાં હોવાથી મામલો દબાવવા માટે પહોંચી ગયા હોવાની વાતે જોર પકડ્યું છે. ત્યારે હવે રેડ બાદ જ પરિણામ જોવા મળશે કે સાસંદની અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા કંઈ મુજબની રહી હશે.
