સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ખાતે નવનિર્મિત ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે, જયાં નિરાધાર, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભકિતભાવ સાથે પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુ દ્વારા વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા તા.23 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. અને આગામી તા.1 ડિસેમ્બર સુધી રામકથા ચાલશે.

ત્યારે રાજકોટ ખાતે સદભાવના વૃધ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે આયોજિત વૈશ્વિક રામકથાનુઅં શ્રોતાજનોને વિશ્વવિખ્યાત કથાકાર પરમ પૂજ્ય મોરારી બાપુ પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. જેમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આરતી ઉતારી કથાના પ્રસંગોનું શ્રવણ કર્યું હતું. તેમજ રામકથામાં સહભાગી બન્યા હતા. કથા આયોજકો દ્વારા પુષ્પગુચ્છ આપી ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરીયા નું સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા પણ સાથે જોડાયા હતા
