Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ઉમા સમાજવાડી ખાતે લગ્ન સહિતના પ્રસંગ માટે નજીવા દરે હોલ ભાડે...

મોરબીમાં ઉમા સમાજવાડી ખાતે લગ્ન સહિતના પ્રસંગ માટે નજીવા દરે હોલ ભાડે અપાશે

મોરબી: શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી સંચાલિત મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા ઉમા સંસ્કારધામ ખાતે નવનિર્મિત ઉમા સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉમા સમાજવાડી યુનિટ 1 અને યુનિટ 2માં લગ્ન, રાંદલ સહિતના પ્રસંગો યોજવા માટે હોલ ભાડે આપવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા નજીવા દરે આ હોલ લોકોને પ્રસંગ માટે ભાડે આપવામાં આવી રહ્યો છે. ઉમા સમાજવાડી યુનિટ 1 અને 2 માં લગ્ન તથા રાંદલ પ્રસંગ માટે સવારે 6 થી બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધીનું 62,000 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે બપોરે 4 થી બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી 51,000 ભાડું નક્કી કરેલ છે. અન્ય પ્રસંગ માટે સવારે 6 થી બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી 38,000 ભાડું અને બપોરે 4 થી બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધીનું 33,000 ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઉમા સંસ્કારધામ ખાતે સંસ્થા દ્વારા ઉમા આદર્શ લગ્નની પણ શરૂઆત કરવામાં આવી છે. જેમાં કડવા પાટીદાર સમાજના દીકરા દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવી આપવામાં આવશે. જેમાં સંસ્થા તરફથી મળીને કુલ 222 લોકોનો જમણવાર, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા, લગ્નની કંકોત્રી, સામૈયા માટે ઢોલ શરણાઈ સહિતની સગવડતા નિ: શુલ્ક કરી આપવામાં આવશે. સાથે જ દીકરીઓને સંસ્થા તરફથી કરિયાવર પણ આપવામાં આવશે. ઉમા આદર્શ લગ્ન યોજના અંતર્ગત સવારે એક અને બપોર પછી એક એમ દિવસમાં બે લગ્ન યોજી શકાશે. ઉમા આદર્શ લગ્નની નોંધણી માટે અથવા પૂછપરછ માટે 97375 22822 પર સંપર્ક કરવા જણાવ્યું છે અથવા વિશેષ માહિતી કે માર્ગદર્શન માટે ચેરમેન એ.કે પટેલ મો. 90990 18218 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments