મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખીરી, દાદાગીરી, લુખ્ખાગુરી વધતા કાયદો અને વ્યવસ્થાના ચીંથરેહાલ થયા છે.તેથી હમણાંથી આવેદનપત્ર આપવાનો દૌર વધી ગયો છે. આથી આ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મેદાને આવ્યા છે અને તેઓ કહ્યું છે કે, વ્યાજખીરી, દાદાગીરી, લુખ્ખાગુરી વધતા શહેરમાં શાંતિ જળવાય રહે અને પ્રજા દુઃખી ન થાય તે જોવાની તેમની અને સરકારની ફરજ છે. આથી દરેક જાતના પ્રશ્નોના ઉકેલ માટે આવતીકાલે સોમવારે સામાકાંઠે આવેલ એસપી કચેરી ખાતે ઝોનના વડા ડીઆઈજીની ઉપસ્થિતિમાં ખાસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીએસપી, કલેકટર, ધારાસભ્યો હાજર રહેશે. આથી તમામ પ્રજાને તેમના દરેક પ્રશની રજુઆત કરવા ખુલ્લું મંચ આપ્યું છે અને દરેકને ન્યાય આપવા કડકમાં કડક પગલા ભરાશે.
