આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની માફી નહિ માંગે તો મોરબી બંધ અને ગામો ગામ મહાસંમેલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી
મોરબી :મોરબી પાટીદાર સમાજ દ્વારા આજે કન્યા છાત્રાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર અગ્રણી ઓ એ વિગત આપતા જણાવ્યું હતું કે, આવતી કાલે બાપા સિતારામ ચોક ખાતે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. કાજલ હિન્દુસ્તાની દ્વારા જે મોરબીની પાટીદાર દીકરીઓ વિષે જે બફાટ કરવામાં આવ્યો હતો તેન વિરોધમાં થોડા દિવસ પહેલા પાટીદાર સમાજ દ્વારા રેલી નું આયોજન કરી કલેકટર ને આવેદન પણ આપવામાં આવ્યું હતું .પાટીદાર સમાજ ની માંગ છે કે કાજલ હિન્દુસ્તાની જાહેર માં આવી ને માફી માંગે પરંતુ આજ દિવસ સુધી કાજલ હિન્દુસ્તાની એ માફી ન માંગતા પાટીદાર સમાજ મોરબી દ્વારા આવતી કાલે મોરબી ના રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન માં ખુબજ મોટી સંખ્યા માં પાટીદાર સમાજ હાજર રહેવાનો છે. જો કાજલ હિન્દુસ્તાની માફી નહિ માંગે તો આગામી સમય માં મોરબી બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથો સાથ જયા જયા પાટીદાર સમાજની વસ્તી વધુ છે તેવા ગામો ગામ સંમેલન કરવાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. પાટીદાર અગ્રણીઓ કહ્યું હતું કે, અમોએ મોરબીના રાજકીય, સામાજિક અને ઉદ્યોગપતિઓ ને કે જેઓ પાટીદાર સમાજના છે તેમને આમંત્રણ આપ્યું છે હવે તેઓ આવતી કાલે મહાસંમેલન માં હાજરી આપે છે કે કેમ એ જોવાનું રહ્યું.



