Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsબાળકિશોરની હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી વલસાડ જીલ્લા પોલીસ

બાળકિશોરની હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી વલસાડ જીલ્લા પોલીસ

વલસાડ : વલસાડ જિલ્લામાં પારડી નજીક અવાવરુ બિલ્ડીંગમાંથી એક બાળ કિશોરની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા વલસાડ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની તપાસમાં મૃતક બાળ કિશોરની હત્યા તેના બાળ કિશોર મિત્રએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખી ગણતરીની કલાકોમાં બાળ કિશોર આરોપીને ઝડપી લીધો હતો.

વલસાડ જિલ્લામાં ગઇ તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી દેવેન્દ્ર માથુરદાસ સેન રહે, પારડી જી.આઇ.ડી.સી., ક્રિષ્નાકુજ એપાર્ટમેન્ટ તા.પારડી જી. વલસાડ મુળ રહે, મધ્યપ્રદેશએ પારડી પો.સ્ટે. ખાતે જાણ કરેલ કે. તેમનો સગીર વયનો પુત્ર ઉ.વ.૧૭ નો ગઇ તા. ૨૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારના સમયે ઘરેથી બહાર ગયેલ અને પરત ન મળી આવતા બે દિવસ સુધી છોકરાની શોધખોળ કરેલ પરંતુ મળી આવેલ નહી અને તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ પારડી આઇ.ટી.આઇ.ની પાછળ બાલદા જી.આઇ.ડી.સી., વિસ્તારમાં એક અધુરા બાંધકામ વાળી ત્રણ બિલ્ડીંગ હોય જેમાં ત્રીજા નંબરની બિલ્ડીંગમાં લીફટના ખાડામાંથી પોતાના છોકરાની લાશ મળી આવેલ જેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી.

પારડી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૦૦૩૮૨૪૪૩૦૨/૨૦૨૪ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૨૩૮(એ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ઉપરોકત અનડીટેકટ ગંભીર પ્રકારના હત્યાના ગુનાનો ભેદ ઉકેલી સંડાવાયેલ આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવા સારુ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા સાહેબ (IPS)ની સૂચના અને માર્ગદર્શન આધારે લોકલ ક્રાઇમ બ્રાંચ વલસાડ તથા સ્પેશયલ ઓપરેશન ગૃપ વલસાડ તથા પારડી પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળ તથા મરણજનાર બાળકિશોરના રહેઠાણ તથા તેના રોજીંદા કાર્ય વિસ્તારમાં આવેલ સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે કામગીરી હાથ ધરવામાં આવેલ હતી તેમજ શંકાસ્પદ ઇસમો તથા ટેકનીકલ એનાલીસીસ તેમજ સી.સી.ટી.વી. ફુટેઝ આધારે સદર ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની અટકાયત કરવામાં આવેલ છે. બાળકિશોરની સઘન પુછપરછ કરતા, મરણ જનાર છોકરા સાથે મિત્રતા હોય જેથી થોડા સમય પહેલા મરણ જનારનો મોબાઇલ ફોન પોતાનાથી તૂટી જતા મરણ જનાર છોકરો મોબાઈલ રીપેરીંગ કરાવવા માટે વારંવાર પોતાની પાસે પૈસાની માંગણી કરતો હોય અને પોતાની પાસે પૈસા ન હોય જેથી બે દિવસ પહેલા પૈસા આપવાનું જણાવી મરણ જનાર છોકરાને પારડી આઇ.ટી.આઇ. પાછળ જી.આઇ.ડી.સી.માં અધુરા બાંધકામ વાળી બિલ્ડીંગ ખાતે લઇ ગયેલ અને બિલ્ડીંગના લીફટના ખાડામાં ધકકો મારતા મરણ જનારને ઈજાઓ થયેલ ત્યારબાદ તેના માથામાં ઇંટોના ધા મારી હત્યા કરી નાખેલ અને કોઈને જાણ ન થાય તે સારૂ તેની લાશ ઉપર ઇટોના ટુકડાઓ તથા બોરડીના ઝાડી ઝાંખરાઓ નાખી દઈ નાશી ગયેલાની કબુલાત કરેલ છે જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ હાલ ચાલુ છે.

વલસાડ જિલ્લા ટીમના એ.કે.વર્મા, નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ, વલસાડની સુચના અને એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટરશ ઉત્સવ બારોટ તથા પો.ઇન્સ.. એ.યુ.રોઝ, એસ.ઓ.જી. વલસાડ, પો.ઇન્સ. જી.આર.ગઢવી, પારડી પો.સ્ટે. નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ. જે.એન. સોલંકી, એલ.સી.બી વલસાડ તથા પો.સ.ઈ. બી.એચ. રાઠોડ, એસ.ઓ.જી. વલસાડ તથા એલ.સી.બી./એસ.ઓ.જી. શાખાના તથા પારડી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ ટીમવર્કથી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments