આઈજી સમક્ષ વ્યાજખોરો સાહિતના રજૂ થયેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ આવશે :ધારાસભ્ય દુર્લભજી દેથરીયા
ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ આજે રેન્જ આઈજીની મીટીંગ કર્યા બાદ વ્યાજખોરો ના કેસ, જમીન ના કેસ જમીન દબાણ ના કેસ, રસ્તાના કેસ આ તમામ પ્રકારના સાંભળી તેનું નિરાકરણ થાય તે માટે અમે અને આઈજી સાથે રહીને તેનું નિરાકરણ કરવાના છીએ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સાથે સાથે તેમણે કહ્યું હતું કે ક્યાય પણ તમે વ્યાજખોરો ના ત્રાસમાં સપડાયેલા હોવ તો પોલીસ સ્ટેશન જઈને અરજી કરજો અરજી ન સંભાળે તો અમને કહેજો અને અરજીનું નિરાકરણ ન થાય તો અમારા ધ્યાને મુકજો અમે તમારી સાથે છીએ તેવું આશ્વાસન આપ્યું હતું.
