મોરબી : ટંકારાના ઓટાળા ગામે ભાજપ અગ્રણીને વ્યાજના ચ્રકમાં ફસાવી કોર્ટમાં કેસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે
ટંકારાના ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ધોડાસરા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી હિરેનભાઈ રાજેશભાઈ પંડ્યા એ ઉચા વ્યાજે નાણા ધીરી બેચરભાઈ એ વ્યાજની રકમ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતાં બળજબરી થી વધુ વ્યાજ લેવા માટે ફરિયાદી પાસે નોટરી લખાણ લખવી દઈ બેચરભાઈ એ આપેલ કોરા ચેકમાં રકમ ભરી ચેક રીટર્ન થતા કોર્ટમાં નેગો ૧૩૮ મુજબ કેસ કરી હેરાન પરેશાન કરી ઉચા વ્યાજની ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે