રેલ્વે સ્ટેશન રોડ પર જાહેર રસ્તા પર પાકુ ગેરકાયદે દબાણ કરી નોનવેઝ વેચાણ કરતા હાટડા નું નગરપાલિકા દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું
મોરબી : હળવદ અસ્મિતા મંચ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું કે શહેરમાં નોનવેજ ના ધમધમતા ગેરકાયદેસર હાટડાઓ બંધ કરાવો, જે બાબતે વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો.હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત અને હળવદ ભુદેવોઓ નગરી, ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે, ત્યારે અમુક તત્વો દ્વારા ખૂણે ખાચકે નોનવેઝનુ ગેરકાયદેસર રીતે સરકારશ્રીના કોઈપણ પ્રકારની મંજૂરી વગર માંસાહાર નું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે, એટલું જ નહીં સરકારી જગ્યા પર બીનઅધિકૃત રીતે કબજો કરી અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. જે બાબતે હળવદ અસ્મિતા મંચ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી
ત્યારે હળવદ નગરપાલિકા સ્ટાફ દ્વારા FSSAI લાયસન્સ વગર ઈંડા,માસ,મટન,મરઘાંનું ગેરકાયદે વેચાણ થતું હોય તેવી જગ્યા પોલીસ લાઈન ની બાજુમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ધમૅશાળાની બાજુમાં આવેલ સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરતા કટિયા રફીક ભાઈને તારીખ 22 11 2024 ના રોજ ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબતે ત્રણ દિવસની નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે આપના દ્વારા સરકારી માલિકીની જગ્યામાં કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર પત્રાનો મોટો શેડ બનાવી દબાણ કરી આપના દ્વારા ગેરકાયદેસર રીતે માંસાહારનુ વેચાણ કરો છે જે બાબતે શહેરીજનો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે આપણા દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ ત્રણ દિવસમાં દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી જેને આઠ દિવસ સુધી કોઈ નિરાકરણ ના આવતા હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા,સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ જોડાયો હતો.