મોરબીમાં વ્યાજખોરે યુવક પાસે વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી યુવકના ઘરમાં જઈ યુવકની પત્નીને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબીના પંચાસર રોડ પર રાજનગર સંગાથ પેલેસ ફ્લેટ નં -૫૦૧ માં રહેતા જયદીપભાઈ લાલજીભાઇ માણસુરીયાએ આરોપી જયસુખભાઇ ઉર્ફે જશાભાઈ મિયાત્રા (રહે. શક્ત શનાળા મોરબીવાળા) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી ફરીયાદીના એક્સીસ બેંકના બે કોરા ચેક પડાવી લઈ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના પત્નિને વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે ફડાકા મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.