મોરબી : સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલ માટેલ ધરામાં આજે સવારે અજાણ્યા પુરુષની તરતી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરી હતી. હાલ મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ આ અજાણ્યો યુવક રાજકોટ બાજુનો હોવાનું અનુમાન છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.