મોરબી જિલ્લામાં હળવદમાં ફરી ખાણ ખનીજ વિભાઘે ખનીજ માફિયાઓ ઉપર તવાઈ ઉતારી છે.જેમાં ખનિજચોરો કરતા ત્રણ ડમ્પરો પકડયા હતા અને ખાણ ખનીજ વિભાગે સતત કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.
મોરબીના ભૂસ્તરશાસ્ત્રી, જે. એસ. વાઢેર દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક રોડ ચેકીંગ કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા આજે હળવદ, તા.હળવદ પાસે , આકસ્મિક રેડ કરવામાં આવેલ જેમાં ત્રણ ડમ્પર અનુક્રમે GJ-23-X-6772,, GJ-13–X-0133 અને GJ-03-AZ-2953ને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સ્થળેથી વાહનો પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મુકવામાં આવેલ. આમ કુલ ૩ વાહનો ને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત ૫૦ લાખ નો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
