મોરબી શહેરના ત્રિકોણબાગ પાર્કિંગમાંથી છેલ્લા એક મહિનામાં જ વારંવાર વાહન ચોરીના બનવો વધી રહ્યા છે. તેવામા ગત તા.2 ડિસેમ્બરના રોજ ટંકારાના વિરપર ગામે રહેતા પ્રભુલાલ શામજીભાઈ કોરિંગાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.