મોરબી: કોમર્સના વિષય વસ્તુના ભાગરૂપે નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા અંતર્ગત નાણાના સિદ્ધાંતો, ભારતીય બેંકિગ પ્રણાલી અને RBIની નીતીની પ્રત્યક્ષ સમજૂતી મેળવવા તથા હાલના સાઈબરફ્રોડ પ્રત્યે જાગૃત થવા માટે શ્રી.એમ.પી.પટેલ બી.કોમ કોલેજ જોધપર (નદી)ના પ્રથમ વર્ષ બી.કોમના વિદ્યાર્થીઓએ મોરબીની નિલંકઠ સ્કૂલ સામે આવેલ ઈન્ડસઈન્ડ બેંકની મુલાકાત લીધી હતી.
ઈન્ડસઈન્ડ બેંક અને તેના મેનેજર પ્રિયાંક કાસોદરીયા અને બેંકના માર્ગદર્શક કર્મચારી જયવીરસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કોલેજના પ્રિ.પ્રો. રજનીશ બરાસરા અને પ્રો.નિપુણ અંદરપા હાજર રહ્યા હતા. અને શ્રી એમ.પી.પટેલ ગ્રુપ ઓફ કોલેજ તરફથી બેંક વિદ્યાર્થીઓને માહિતગાર કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
