હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે પોલીસે બાતમીને આધારે આરોપી રમણિક ઉર્ફે મુન્નો ઉર્ફે બુદ્ધો અવચરભાઈ ઉર્ફે કાળુભાઇ શિપરાના રહેણાંકમાં દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂ વાઈટલેસ વોડકાના 7 ચપલા કિંમત રૂપિયા 700 મળી આવ્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી રમણિક ઉર્ફે મુન્નો ઉર્ફે બુદ્ધો હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.
