મોરબી શહેરના ત્રિકોણબાગ પાર્કિંગમાં તસ્કરોને વાહન ચોરવાની ફાવટ આવી ગઈ હોય તેવી સ્થિતિમાં વધુ બે વાહન ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાના સમયગાળામાં જ અહીંથી અડધો ડઝન જેટલા વાહનો ચોરાઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રિકોણબાગ નજીક બેન્ક અને પોસ્ટ ઓફીસ આવેલ હોય શહેર અને બહારગામના લોકો અહીં પાર્કિંગમાં વાહન પાર્ક કરી ખરીદી સહિતના કામ માટે જતા હોય છે ત્યારે તસ્કરો અહીં પાર્ક કરેલા વાહનો ચોરી જતા હોવાના બનાવો વધ્યા છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વાઘપર પીલુડી ગામના ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી અને પંચાસર રોડ ઉપર ઢીલાની વાડીમાં રહેતા મકનભાઈ નાનજીભાઈ હડિયલના બાઈક ચોરાઈ જતા બન્નેએ વાહન ચોરી અંગે અલગ અલગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.