હળવદ: આજે તારીખ 11 ડિસેમ્બર પરીક્ષિત લેમિનેટ પ્રાઇવેટ લિમિટેડ હળવદ અને એચ.ડી.એફ.સી. બેન્ક હળવદના સહયોગથી સંસ્કાર બ્લડ સેન્ટર મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 63 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભાવેશભાઈ કાલરીયા, મહેશભાઈ કાચરોલા અને હિતેનભાઈ ડાભીએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, પરીક્ષિત લેમિનેટ પરિવાર, એચ.ડી.એફ સી. બેન્ક હળવદ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

