મોરબી તાલુકાના વનાળિયા (શારદાનગર) ગામે સમસ્ત અજાણાં પરીવાર દ્વારા 15 ડિસેમ્બરને રવિવારના રોજ શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 14 ડિસેમ્બરના રોજ સંતવાણી યોજાશે
જેમા તારીખ 14/12/2024ને શનિવારના રોજ સાંજે 7:30 કલાકે ધાન્યાધીવાસ, રાત્રે 8 કલાકે કુટીર હોમ યોજાશે. તેમજ રાત્રે 9 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનીક અજયભાઈ પ્રજાપતિ, રમેશભાઈ કંજારીયા, પ્રિયાબેન રબારી, ઉસ્તાદ જીગા મારાજ, બેન્જોવાદક જગદીશભાઈ, મંજીરા રમેશભાઈ સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે.
તારીખ 15/12/2024ને રવિવારના રોજ 7:30 કલાકે નગરયાત્રા (સામૈયું), ગણપતિ પૂજન, સ્થાપીત દેવોની પુજા, મૂર્તિ મંડપ પ્રવેશ, પ્રધાન પુજા, પ્રધાન હોમ, સાપન વિધી, જલાધીવાસ, પુષ્પાધીવાસ, મુર્તી મહાઅભિષેક, ન્યાય ધ્યાન મહાપુજા તેમજ બપોરે 12:15 કલાકે મુર્તી પ્રતિષ્ઠા યોજાશે. બપોરે 12:30 કલાકે મહાઆરતી, શાંતિ ષૌષ્ટીક હોમ, ઉત્તર પુજન, બલીદાન, શ્રીફળ હોમ, બપોરે 3:30 કલાકે પુર્ણાહુતિ થશે. તેમજ બપોરે 10:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યજ્ઞ 15/12/2024ના રોજ શુભ ચોધડીયે પ્રારંભ થશે. યજ્ઞના આચાર્ય શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ (વનાળિયા) દ્વારા શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન યજ્ઞ કરાવવામાં આવશે. શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા સમસ્ત અજાણ પરિવાર તરફથી સમસ્ત મચ્છુ કાંઠા તેમજ હાલાર રબારી સમાજને ભાવભર્યું આમંત્રણ પાઠવાવમાં આવ્યું છે.