મોરબી : રક્તદાન એજ મહાદાન સૂત્રને સાર્થક કરવા સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના મેન્ટર સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું તા.૧૫/૧૨/૨૦૨૪ સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૨:૩૦ સુધી સંસ્કાર બ્લડ બેંક,GIDC,મોરબી. આયોજન કરવામાં આવ્યું છે. જેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ત્યારે પોતાના જન્મદિવસ ની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં સંદેશ આપવાના હેતુ સહ રક્તદાન તેમજ વૃક્ષો વાવી ને તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથે કરશે. ત્યારે આ રક્તદાન કેમ્પ માં સર્વે ને જોડાવા અપીલ કરવામાં આવી છે.છે. વધુ માહિતી માટે સંપર્ક :-૮૩૦૬૯૧૪૦૧૪ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
