મોરબી : ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સતત લોક પ્રશ્નોને વાચા આપીને ખરા અર્થમાં લોકસેવક બની રહ્યા છેઅને રાજ્ય સરકાર માધી સતત ગ્રાન્ટ લાવીને વિકાસ કામો કરાવી રહ્યા છે. તેઓ ધારાસભ્ય બન્યા બાદ કામો મંજુર કરાવી કામો યોગ્ય રીતે થાય છે કે નહીં તેનું સચોટ રીતે મૂલ્યાંકન કરી રહ્યા છે.જેમાં તેમના મતવિસ્તાર પડધરી તાલુકાના ડુંગરકાથી પડધરી સુધી નવનિર્મિત રોડ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

