માળીયા મિયાણાના હરિપર ગામ પાસે દરિયાના ક્રિક વિસ્તારમાંથી અંદાજે 10થી 15 વર્ષના સગીર બાળકની લાશ મળી આવતા માળીયા પોલીસે ગુન્હો નોંધી મૃતક અજાણ્યા સગીરની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના હરિપર નજીક આકડીયા વાંઢ પાસે દરિયાઈ ક્રિકમાં એક અજાણ્યા 10થી 15 વર્ષના બાળકની લાશ મળી આવતા વલીમામદભાઈ આમદભાઈ કટિયા નામના શ્રમિકે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બાળકના વાલી વારસોની શોધખોળ શરૂ કરવાની સાથે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.