મોરબી: “અગર હુઆ મેરે ધર્મ પર ઘાત તો મેં પ્રતિઘાત કરૂંગા, મેં હિન્દુ હું સિર્ફ હિંદુત્વ કી હી બાત કરૂંગા” જેના રગે રગમાં હિન્દુ ધર્મ માટે લોહી વહે છે, સનાતન ધર્મ માટે દિવસ રાત, ઘર પરિવાર જોયા વગર મહેનત કરે છે, જેમ દેશ ની રક્ષા માટે બોર્ડર પર સૈનિકો પહેરો લગાવી ને બેઠા છે એમ ધર્મ ની રક્ષા માટે આવા સૈનિકો પહેરો ભરીને બેઠા છે તેવા જીલેશભાઈ કાલરીયાની વિશ્વ હિન્દુ પરિસદના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે.
ટંકારા તાલુકાનાં નાના એવા રામપર ગામના વતની જીલેશભાઈ કાલરીયાએ B.Com, M. Com.નો અભ્યાસ પૂર્ણ કરી LL.B.અને P. hd. નો અભ્યાસ ચાલુ છે આટલું ઉચ્ચ શિક્ષિત ફેમિલી હોવા છતાં સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓને લઇને ગામમા જ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ છે અને ગૌમાતાની સેવા માટે ગૌશાળા પણ ચલાવે છે નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ દેશ ભક્તિ એમના રગે રગમાં ભરેલી દેશ અને ધર્મના કામ માટે કંઈક ને કંઈક નવું શીખ્યા કરવાનું એટલે જ આ ઉંમરે પણ એમને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો છે હાલમાં તેઓની વરણી વિશ્વ હિન્દુ પરિસદના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે જેથી કરીને તેઓને મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.

