મોરબી નગરપાલિકા ઉપર કરોડોનો વીજબીજનો બોજો છે. કોંગ્રેસના કહેવા મુજબ નગરપાલિકાનું અંદાજીત 12 કરોડથી વધુ વીજ બિલ બાકી છે. આ બાકી વીજ બિલ મામલે કોંગ્રેસે નગરપાલિકાને આડેહાથ લઈ ઘણા વિસ્તારમાં વીજ લાઈટ ચાલુ હોય તેનાથી વીજ બીલનું પ્રજા ઉપર ભરણ વધતું હોય તેથી નગરપાલિકા ચીફ ઓફિસર આ વીજ બિલ ભરે અથવા લાઈટ ચાલુ બંધ રાખવાની યોગ્ય વ્યવસ્થા નિભાવે તેવું જણાવ્યું હતું.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,મોરબી નગરપાલિકાનું અંદાજીત 12 કરોડથી વધુ વીજ બિલ બાકી હોય એ વીજ બિલ બાકી તંત્રના પાપે છે.જેમાં ઘણા વિસ્તારોમાં 24 કલાક પાલિકાની લાઈટો ચાલુ રહે છે. દિવસે જરૂરી ન હોવા છતાં આ લાઈટી ધોળા દહાડે સળગતી રહે છે.જ્યાં લાઈટ ચાલુ રહેવી જોઈએ ત્યાં લાઈટ ચાલુ રહેતી નથી. આવા અનેક વિસ્તારોમાં લાઈટ બંધ છે.વર્ષોથી આવું અંધેર તંત્ર ચાલે છે. જે દર્શાવે છે કે, મોરબી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે.આ 24 કલાક ઘણા વિસ્તારમાં લાઈટ ચાલુ રહે તેમાં પ્રજાના પૈસાનું પાણી થાય છે. કારણ કે પ્રજા ટેક્સ ભરીને યોગ્ય સુવિધાઓ માંગે છે. પણ સુવિધાઓ પ્રજાને અપાતી નથી. ઉલટાનો આ વીજ બિલ રૂપી ડામ અપાઈ છે. તેથી નગરપાલિકા ચીફ ઓફિસર દરેક વિસ્તારમાં રાત્રીના 12 કલાક લાઈટો ચાલુ અને દિવસે લાઈટો બંધ રહે તેવી વ્યવસ્થા કરે નહિતર ચીફ ઓફિસર પોતાના ખિસ્સાથી કરોડોનું વીજ બિલ ભરે ત્યારે જ તેમને ફરજનું ભાન થશે એવું જણાવ્યું હતું.
