ટંકારા તાલુકાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર કવાર્ટરમાં ઇંગ્લીશ દારૂની બોટલો 465 બોટલો ટંકારા પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે પોલીસ આવતાની ભનક લાગતા ઈસમ બોટલો છોડી નાશી છુટ્યો હતો.
ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસ.કે.ચારેલ પો.ઇન્સ. ટંકારા પો.સ્ટે.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા (રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી)એ બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર કવાર્ટરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. અને તેની આજુબાજુમાં બેસી ઇંગ્લીશ દારૂનુ છુટકમાં વેચાણ કરે છે. જેથી બાતમી આધારે ટંકારા પોલીસે રેડ કરી હતી. અને મેકડોવેલ્સ-1 ઓરીજનલ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ 465 કિ.રૂ.2,60,865નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજા સ્થળ ઉપરથી નાશી છુટ્યો હતો. જેથી પોલીસે તેની સામે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
