મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને હાલ મોરબી જિલ્લા પોલીસ એક્શન મોડમાં છે. ત્યારે મોરબીના વીસીપરામાં રહેતો શખ્સ થર્ટી ફર્સ્ટને લઈને દારૂનું વેચાણ કરે તે પહેલા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ જગદીશભાઇ ડાંગર તથા પો.કોન્સ અજયસિંહ રાણા તથા દશરથસિંહ મસાણીને ખાનગી બાતમી આધારે આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (રહે મોરબી-1 મોરબી વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ ભવાનભાઇ મકાનમાં ભાડેથી) પોતાના રહેણાક મકાનમાં રેડ કરી હતી. અને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ 156 જેની કુલ કિ.રૂ 1,05,252 ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
