400 કિલોનો ઓક્સિજનનો બાટલો માથે નમી જતા યુવાનને ઇજા પહોંચી : હાલ યુવાન સારવાર હેઠળ
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો માથે નમી જતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો બદલાવવાની કામગીરી વેળાએ સાવન અમૃતલાલ મકવાણા ઉ.વ.20 નામના યુવાન ઉપર 400 કિલોનો બાટલો નમી ગયો હતો. જેથી આ યુવાન ઇજાગ્રસ્ત થયો છે. હાલ આ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
