મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા વાહનો ઉપર કરવેરા લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. આ વાહનો ઉપરના કરનો મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વિરોધ નોંધાવ્યો છે અને આ કર લાગુ કરવાના નિર્ણયને પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ કરવાનું કહી આ વાહન ઉપર કરવેરા લાગુ કરવાની યોજના પડતી મૂકે તેવી માંગ કરી છે.
મોરબી નગરપાલિકા દ્વારા નવા ખરીદેલા વાહનો ઉપર કરવેરા લાગુ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નવા વાહનો ખરીદી તેનો હવે પાલિકાને ટેક્સ ચૂકવવો પડશે. આ નિર્ણય લાગુ કરતા પહેલા નગરપાલિકાએ પ્રજા પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા આ વાહન કરનો જોરદાર વિરોધ કર્યો છે. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ મોરબી પાલિકાને રજૂઆત કરી છે અને વાહનકર મામલે વિરોધ કર્યો છે. તેમજ તેઓએ પાલિકાની તિજોરીમાં કઈ બચેલ નથી એટલે લોકોને લુટી લેવાના
આશયથી વાહનકર લાગુ કરવા પ્રયાસ થઇ રહ્યા છે. મોરબી ભ્રષ્ટ્રાચારથી ખદબદી રહ્યું છે લોકોને પ્રાથમિક સુવિધાના મળતી ન હોવાની વાત પણ રજૂઆતમાં કરી છે. મસમોટા ભ્રષ્ટ્રાચારના કારણે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ હોવાનો આક્ષેપ કર્યો છે અને વાહનકર લાગુ થાય તો પ્રજાને પડ્યા પર પાટું મારવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું છે.