Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી હળવદ હાઇવે ઉપર થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલા વિદેશી દારૂ સાથે...

મોરબી હળવદ હાઇવે ઉપર થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી : થર્ટી ફર્સ્ટની ઉજવણીના નામે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમે હળવદ – મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક વોચ ગોઠવી રાજસ્થાનના ઠેકા ઉપરથી માટીની આડમાં મોરબી લાવવામાં આવી રહેલ દારૂ અને બિયર સાથે ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લઈ મોરબીના બે શખ્સોના નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.

રાજસ્થાનથી માટીના પાવડરના જથ્થા નીચે દારૂ બિયરનો જથ્થો મોરબી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબીએ હળવદ – મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક આવેલ ખોડલ રામદેવ હોટલ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આરજે – 36 – જીએ – 3843 નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા આરોપી ટ્રક ચાલક ચેતનસિંહ ભંવરસિંહ ચૌહાણ અને આરોપી ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ બન્ને રહે.રાજસ્થાન વાળાના કબજા વાળા ટ્રકમા માટીના પાવડરના જથ્થા નીચે છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી,રમની 42 બોટલ કિંમત રૂપિયા 59,590 તેમજ બિયર ટીન કિંમત રૂપિયા 3624 મળી 63,214નો દારૂ – બિયર મળી આવતા 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર, ટ્રક કિંમત રૂપિયા 10 લાખ તેમજ 26 ટન માટી કિંમત રૂપિયા 36,279 મળી રૂ.11,09,511ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.બન્ને આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે વિદેશી દારૂ અને બિયરનો આ જથ્થો મોરબીના સતીશ ગઢિયા અને મહેન્દ્રભાઈ નામના વ્યક્તિએ મંગાવ્યો હોય આરોપીઓએ રાજસ્થાનના બ્યાવર ખાતે દારૂનો ઠેકો ધરાવતા આરોપી કુલદીપ ટાંકના ઠેકા ઉપરથી દારૂ – બિયરનો જથ્થો મેળવ્યો હતો. બનાવ અંગે એલસીબી ટીમે બન્ને ટ્રક ચાલકની અટકાયત કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments