મોરબી: જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા 24 ડિસેમ્બર ને મંગળવારથી 30 ડિસેમ્બર ને સોમવાર સુધી સવારે 9 થી 11 અને બપોરે 2 થી 5 કલાક સુધી મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના વક્તા બાળ વિદુષી સંત રતેશ્વરી દેવી (રતનબેન) વ્યાસપીઠ પર બિરાજીને કથાનું રસપાન કરાવશે. જેમાં રામદેવજી મહારાજની પાવન કથા અને ઇતિહાસની અંદર સોનાના અક્ષરે કંડરાયેલા મહાન અવતારી પુરુષો જતી, સતી, સંતો, ભક્તો અને સુરવીરોના પાવન ચારિત્ર્યનું રસપાન મધુર અને સુરેલા કંઠથી કરાવશે.
આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, જ્ઞાતિના આગેવાનો તેમજ ઠેર ઠેરથી ભક્તો પધારશે. આવતીકાલે તારીખ 24 ડિસેમ્બર ને મંગળવારે બપોરે 11 કલાકે મહેન્દ્રનગરના રામજી મંદિરેથી રામધન આશ્રમ સુધી પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પ્રથમ વખત રામધન આશ્રમ ખાતે ચાર જુગનો પાઠ ભજન અને ભોજન સાથે તારીખ 26 ડિસેમ્બરને ગુરુવારે સવારથી શુક્રવારે સવારે 7 વાગ્યા સુધી યોજાશે. તો આ કથામાં પધારવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.