પુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી બાજપેયીજી ની જન્મ દિને ડિસેમ્બર ૨૫ તારીખે દર વર્ષે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ – સભાનતા લાવવા માટે સુશાસન દિન મનાવવામાં આવે છે. જન્મ જયંતિ નિમિતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારશ્રી અંતર્ગત સંચાલીત યોજનાઓ ના પ્રચાર – પ્રસાર અર્થે લાભાર્થીઓ ને લાભ આપવા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સુશાસન દિવસ ઉજવવાનું આયોજન ભુજ અદાણી ઓડીટોરિયમ, જી.કે. હોસ્પિટલ મધ્યે સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિધા લક્ષ્મી યોજના, સહિતના લાભર્થીઓને લાભ આપવા તથા સન્માન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
સાંસદશ્રીએ જણાવ્યુ હતું કે, સામાન્ય વર્ગ માટે ઉપરોક્ત યોજનાઓ ખુબજ લાભદાયી છે. જેનો પ્રચાર પ્રસાર વધુ ને વધુ થાય જેથી જનતા તેનો વધુમાં વધુ લાભ લઇ શકે સ્વ રોજગારી માટે તક મળે, ઉર્જા બચત સુર્ય ઘર યોજના હેઠળ થઈ શકે, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ લાભ લઇ શકે, તેમને માર્ગદર્શન માટે આ કાર્યક્રમ આશ્રિવાદરૂપ બનશે, “ગુડ ગવર્નસ ડે” ની ઉજવણી અને ભારત રત્ન અટલજી ને યાદ કરવાનો સુવર્ણ અવસરે સહભાગી બનવા જાહેર જનતા ને પધારવા સાંસદશ્રીએ અપીલ કરે છે.
