Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsTankaraટંકારા પોલીસ દ્વારા દ્વારકા ધુળેટી પર્વના પદયાત્રી માટે રાત્રીના સલામતી માટે બેગમાં...

ટંકારા પોલીસ દ્વારા દ્વારકા ધુળેટી પર્વના પદયાત્રી માટે રાત્રીના સલામતી માટે બેગમાં રેડિયમ સ્ટીકર લગાવી ઠંડી છાસ વિતરણ કર્યું

ધૂળેટીના પર્વને લઇને ઉતર ગુજરાત માંથી હજારો હરી ભક્તો પદયાત્રા કરીને દ્વારકા ખાતે જઈ રહ્યા છે. ત્યારે ટંકારા પોલીસ દ્વારા દયાનંદ ઓવરબ્રિજ ખાતે કેમ્પ યોજી ચાલીને જતાં પદયાત્રીઓના બેગ પાછળ રેડિયમ સ્ટીકર અને દિવસે ધોમ ધમતા તાપમાં રાહત મળે માટે ઠંડી છાસ વિતરણ કરવામાં આવી હતી.

દ્વારકા ધુળેટી પર્વને પગલે લાખો ભક્તો હાલ જામનગર રોડ ઉપર પગપાળા યાત્રા કરી રહા છે ત્યારે ટ્રાફિક થી ધમધમતા રોડમાં બેગની પાછળ રેડિયમના સ્ટીકર લગાડી અકસ્માતથી બચવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ દિવસ દરમિયાન  ધોમધત્તા તાપ માટે ચાલીને જતાં ભક્તો  માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ જે ધાંધલ અને સ્ટાફમાંથી પ્રવીણભાઈ મેવા તેમજ ગૌરવભાઈ ગઢવી મયુરભાઈ ઝાપડા અને સોયબ ભાઈ તેમજ હોમગાર્ડ માંથી અરુણભાઈ પરમાર અને ગીરીશભાઈ પંડ્યા વગેરે ટીમ દ્વારા દ્વારકા ધુળેટી પર્વ ઉજવવા માટે જતાં ભક્તો માટે દયાનંદ ઓવરબ્રિજ નીચે  કેમ્પ યોજી રેડિયમ સ્ટીકર અને છાસ વિતરણ કરી પોલીસ પ્રજાની મિત્ર છે તે કહેવતને સાચી ઠરાવી હતી. તેમજ પદયાત્રીઓ માટે ઉતારા માટે સાવચેતી સહિતની કાયદાકીય માહિતી પણ પદયાત્રીઓને આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments