Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsમોરબી જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ

આગામી ૨૪ માર્ચના રોજ હોળી તથા ૨૫ માર્ચના રોજ ધૂળેટી તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહી તેમજ અસામાજિક પ્રવૃતી અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર માટે તા. ૨૪-૦૩-૨૦૨૪ ના કલાક ૦૦-૦૦ થી તા. ૨૫-૦૩-૨૦૨૪ ના કલાક ૨૪-૦૦ સુધી કોઇપણ ઇસમ અથવા ઇસમોને જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર),  રંગ મિશ્રિત પાણી, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા, કાદવ, કેમિકલ યુક્ત રંગો અથવા તૈલી પદાર્થ કે તૈલી વસ્તુઓ અથવા તેવા કોઇ પણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો કે વાહન ઉપર ફેંકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર, કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈ પણ પ્રવૃતિ કરવા પર તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments