Thursday, July 24, 2025
No menu items!
Google search engine
HomeNewsTankaraટંકારાના ભૂત કોટડા પ્રા. શાળામાં તૈયાર થયું સ્પેરો હાઈટ્સ

ટંકારાના ભૂત કોટડા પ્રા. શાળામાં તૈયાર થયું સ્પેરો હાઈટ્સ

20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે, તારો વૈભવ રંગ મહેલ ને નોકર ચાકર નું ધાડું, મારે આંગણ ચકલી આવે તે જ મારું રજવાડું. તે સંદર્ભે ભૂત કોટડા પ્રા.શાળામાં 5 માળનું અનોખું ચકલી હાઉસ બનાવવામાં આવ્યું. એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચી.ચી કરતી ચકલી જોવા મળતી.

જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલી જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે. આધુનિક સમયમાં ઘરમાં આ પ્રકારની જગ્યાના રહેતા તેમજ ગ્રીનરી ઘટતા દાણા, પાણી ન મળતા ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે. એવી ઘણી વસ્તુઓ છે જે બદલાતા સમયમા દુર્લભ બનતી જાય છે. જેમા નાનકડા પક્ષી ચકલીનો  સમાવેશ થાય છે. એ સમય બહુ દુર નથી જ્યારે આવનાર પેઢીને ચકલી અંગે માહિતી આપવી હશે તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષીની તસ્વીરનો સહારો લેવો પડશે.આ પક્ષીના લુપ્ત થવા માટે  બીજુ કોઇ નહી પણ આપણે પોતે જવાબદાર છીએ.જો હજી પણ જાગૂત નહી થઇએ તો બીજા પક્ષીઓની પણ આવીજ સ્થિતિ સર્જાય તો નવાઇ  નહીં? ભારત દેશને પણ સોને કી ચીડિયા ની ઉપમા આપવામાં આવી છે.

થોડા વર્ષો પહેલા જ ઘરમાં ચકલીની ચી ચી. સુમધુર સંગીત રેલાવતી હતી. પરંતુ કોન્ક્રીટના જંગલમાં શહેરોની સાથે હવે ગામડા પણ ચકલીઓ ધીરેધીરે ગૂમ થતી જાય છે. ત્યારે ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળા ના શિક્ષિકા બહેન ગીતાબેન મનસુખલાલ સંચલા ને વિચાર આવ્યો કે આધુનિક યુગમાં માણસો પણ ફ્લેટમાં રહેતા થઈ ગયા છે.તો આ ચકલીઓ પણ એક સાથે રહી શકે,તેમને પોતાના રહેણાંક માં જ ચણવા માટે ચન,પાણી,રમવા માટે હીંચકા બેસવા માટે ડાળી  બધું એક જ જગ્યાએ મળી રહે તો? તેમણે આ વિચાર  ટંકારાના વતની અને પક્ષીપ્રેમી જયેશભાઈ મનીપરા ને વાત કરી.જયેશભાઈ એ માત્ર 2 જ દિવસ માં જ ગીતાબેન ના વિચારો ને સુસંગત થાય તેવું લાકડાનું સુંદર ઘર બનાવી આપ્યું.જેને ગીતાબેને “સ્પેરો હાઇટ્સ” નામ આપ્યું. શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકો દ્વારા આ ઘરની સજાવટ અને રંગરોગાન કરવામાં આવ્યા.તેમજ ચકલી માટે ઘરમાં જ ચણવા મટે ચણ,પાણી,રમવા માટે હીંચકા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત બધા બાળકો ને ચકલીના માળનું વિતરણ કરવામાં આવ્યું.

જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં  ઘરમાં પણ  ચકલીની ચીચી સાંભળી શકે.આ રીતે ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાય તેવો ઉમદા સંદેશ આપવામાં આવ્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments