મોરબીના લાતીપ્લોટમાં ખુલ્લામાં મેડીકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરવામાં આવ્યો હોય જે મામલે સ્થાનિકોની ફરિયાદ બાદ મીડિયા અહેવાલોને પગલે પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરતા મેડીકલ વેસ્ટ મળી આવતા જનની હોસ્પિટલને રૂ ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે
મોરબિયા લાતીપ્લોટ વિસ્તારમાં મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોય અહી નજીક આવેલ હોસ્પિટલ દ્વારા મેડીકલ વેસ્ટ ફેકવામાં આવ્યો હોય તેવા મીડિયા અહેવાલોને પગલે પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરી હતી અને મેડીકલ હોસ્પિટલ મળી આવ્યો હતો અને અહી નજીકમાં આવેલ જનની હોસ્પિટલને રૂપિયા ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે મેડીકલ વેસ્ટનો નિયમ મુજબ નિકાલ કરવાનો હોય અને મેડીકલ વેસ્ટ કલેક્શન માટે વાન આવતી હોય છે જેમાં કચરો નાખવાનો રહે છે જોકે ખાનગી હોસ્પિટલ ખુલ્લામાં મેડીકલ વેસ્ટનો નિકાલ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોય છે ત્યારે પાલિકાએ રૂ ૫૦૦૦ નો દંડ ફટકાર્યો છે