અનિવાર્ય સંજોગોના કારણે લોક ડાયરો મોકૂફ
મોરબીના સેવાભાવી અજયભાઇ લોરિયાના જણાવ્યા મુજબ આ કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ(નિઃશુલ્ક ) આદેશ આશ્રમ, જડેશ્વર મંદિરની પાછળ, વાંકાનેર – લજાઈ રોડ પર બનાવવામાં આવી છે , જેમાં તમામ આયુર્વેદિક સારવાર, દવા, રહેવા – જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે જેનો પ્રારંભ તા. 23-03-2024 ને શનિવારના રોજ સંતો – મહંતોના હસ્તે સવારે 9 કલાકે પ્રારંભ કરવામાં આવશે . અને અગાઉ જે લોક ડાયરાની જાહેરાત કરવામાં આવેલ જે લોક ડાયરામાં ઓસમાન મીર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, સહિતનેનો ભવ્ય લોક ડાયરો યોજવાના હતો તે અનિવાર્ય કારણોસર મોકૂફ રાખેલ છે.આ આયુર્વેદિક હોસ્પિટલનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આ માટે મોબાઈલ નંબર 93275 53668 પર સંપર્ક કરી શકાશે. આ સંસ્થામાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. વિનામૂલ્યે ડોક્ટરની તપાસ, તમામ દવા, વિશ્રામ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા વગેરે સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રસ્ટમાં દાતાઓ અનુદાન કરી કેન્સર દર્દીને મદદરૂપ પણ થઈ શકે છે.